Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022)લઈને સરકારી કર્મચારીઓ પોતાની ફરજને લઈને નોકરી ઉપર તેહેનાત રહેતા હોય છે. પરિણામે તેઓ મતદાનના દિવસે પોતાનો મતદાનનો ઉપયોગ કરી શકતા નથી. તેથી સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ અધિકારી (Police personnel)અને કર્મચારી પોતાના મતનો ઉપયોગ કરે છે કે તે માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.પોલીસ અધિકારીઓએ મતદાન કર્યુંગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં ચૂંટણી ફર
સુરત પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન
Advertisement
આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022)લઈને સરકારી કર્મચારીઓ પોતાની ફરજને લઈને નોકરી ઉપર તેહેનાત રહેતા હોય છે. પરિણામે તેઓ મતદાનના દિવસે પોતાનો મતદાનનો ઉપયોગ કરી શકતા નથી. તેથી સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ અધિકારી (Police personnel)અને કર્મચારી પોતાના મતનો ઉપયોગ કરે છે કે તે માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ મતદાન કર્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં ચૂંટણી ફરજમાં રોકાયેલ હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય માટે પોસ્ટલ બેલેટ પેપરથી પોતાનો મત આપી શકે તે માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી હતી. આગામી 1લી ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે. ત્યારે અઠવાલાઈન્સના સુરત શહેર પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ફેસીલીટેશન સેન્ટરમાં સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
જેમાં સુરતની 16 વિધાનસભા પૈકી ઓલપાડ, માંગરોળ, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્વિમ, ચોર્યાસી અને મહુવા વિધાનસભાના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ અઠવાલાઈન્સના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે તા.૨૪/૧૧/૨૦૨૨ ના રોજ સવારના ૯ કલાકથી સાંજના ૫ કલાક સુધી દરમિયાન ફેસીલીટેશન સેન્ટર ખાતે મતદાન કરશે.મતદાનના અવસરે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા પોલીસ શાખાના ઉચ્ચ અધિકારીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથો સાથ સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી અને કર્મચારીના સ્ટાફે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આજે અને આવતીકાલે અન્ય કર્મચારીઓ પણ મતદાન કરશે
વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનારા કર્મચારીઓ મતદાનના દિવસે પોતાને સોપાયેલી કામગીરીમાં વ્યસ્ત હોય છે જેના કારણે તેઓ પોતાનું મતદાન ન કરી શકે તે પ્રકારની પણ સ્થિતી ઉભી થાય છે. માટે સુરત શહેર અને જિલ્લામાં જે અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત હશે તેમના માટે આજે અને આવતીકાલે બે દિવસ માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વ્યક્તિ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેને ધ્યાનમાં રાખીને અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે સુરતમાં આજે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાન કર્યું છે. આવતીકાલે સરકાર અન્ય કર્મચારીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×